Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર Sunny Deol નું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
દિલ્હીના બોર્ડર વિસ્તારોમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર પંજાબ (Punjab) ના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ (Sunny Deol) નું નિવેદન સામે આવ્યું છે. સની દેઓલે કહ્યું કે તેઓ પાર્ટી અને ખેડૂતોની સાથે પૂરેપૂરી તાકાતથી ઊભા છે. તેમને આશા છે કે સરકાર આ આંદોલનનું કોઈને કોઈ તાર્કિક સમાધાન કાઢવામાં સફળ રહેશે.
ચંડીગઢ: દિલ્હીના બોર્ડર વિસ્તારોમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) પર પંજાબ (Punjab) ના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ (Sunny Deol) નું નિવેદન સામે આવ્યું છે. સની દેઓલે કહ્યું કે તેઓ પાર્ટી અને ખેડૂતોની સાથે પૂરેપૂરી તાકાતથી ઊભા છે. તેમને આશા છે કે સરકાર આ આંદોલનનું કોઈને કોઈ તાર્કિક સમાધાન કાઢવામાં સફળ રહેશે.
Farmers Protest: આ મોટા ખેડૂત સંગઠને 'ભારત બંધ'ને ન કર્યો સપોર્ટ, જાણો કયા કારણોથી જાળવ્યું અંતર
અમારા ખેડૂતો અને સરકાર વચ્ચેનો મામલો-સની દેઓલ
બોલીવુડના દિગ્ગજ અભિનેતામાંથી રાજનેતા બનેલા સની દેઓલે ખેડૂત આંદોલનના સમર્થનના નામ પર કેટલાક દેશોમાં થઈ રહેલા પ્રદર્શન પર નિશાન સાધ્યું. સની દેઓલે કહ્યું કે હું સમગ્ર દુનિયાને આગ્રહ કરવા માંગુ છું કે આ અમારા ખેડૂતો અને સરકાર વચ્ચેનો મામલો છે. તેઓ બંને મળીને આ સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ લાવી દેશે, આથી કોઈએ તેમની વચ્ચે આવવાની જરૂર નથી. હું જાણું છું કે અનેક લોકો આ તકનો ફાયદો ઉઠાવવા માટે સતત સમસ્યા વધારી રહ્યા છે. તેમને ખેડૂતો સાથે કોઈ લગાવ નથી. તેઓ તેની આડમાં પોતાનો એજન્ડા ચલાવવાની કોશિશ કરે છે.
Farmers Protest: ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ, દિલ્હીની સરહદો પર હજુ પણ ખેડૂતો અડીખમ
દીપ સિદ્ધુ સાથે મારે કોઈ લેવાદેવા નથી
સની દેઓલે કહ્યું કે અભિનેતા દીપ સિદ્ધુ ચૂંટણી સમયે મારી સાથે હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી મારી સાથે સંપર્કમાં નથી. એવામાં જો તે મારા નામે કોઈ નિવેદન આપી રહ્યો હોય તો તે દીપ સિદ્ધુનું નિવેદન ગણવામાં આવે. અત્રે જણાવવાનું કે દીપ સિદ્ધુ તાજેતરમાં હરિયાણામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વખતે ચર્ચામાં આવ્યો હતો. ત્યારે તેણે ખાલિસ્તાન બનાવવાના લઈને નિવેદન આપ્યું હતું. તેના નિવેદનનો આ વીડિયો પછીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
સરકાર બોલી, પરત નહીં લઈએ કૃષિ કાયદા, કિસાનોની માંગો પ્રમાણે સંશોધન પર થઈ શકે વિચાર
ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ
આ બાજુ છેલ્લા 11 દિવસથી દિલ્હીની બોર્ડર પર ડટી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. ખેડૂત સંગઠનોએ પોતાની માગણીઓને ધારદાર કરવા માટે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ બાજુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કોઈ તાર્કિક ઉકેલ લાવવા માટે સતત ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી રહી છે. ખેડૂતો સાથે આગામી રાઉન્ડની વાતચીત 9 ડિસેમ્બરે થશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube